વાઘોડિયા નગરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા શરદ પૂર્ણિમા પછીની ચોથ એટલે કરવા ચોથમાં મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે નિર્જળા વ્રત રાખતી હોય છે. સમી સાંજે તેઓ ચંદ્ર દર્શન કર્યા બાદ પતિમાં મુખ દર્શન કરીને વ્રતની પુર્ણાહુતિ કરતી હોય છે.


વાઘોડિયા નગરમાં વસતા ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા શુક્રવારે નિર્જળા ઉપવાસ કર્યા હતા. સૌભાગ્યવતીઓએ સોળે શણગાર સજી ગૌરી માતાની પૂજા અર્ચન અને ભક્તિ સાથે ભજન કીર્તનની રમઝટ બોલાવી હતી. રાતે ચંદ્ર દર્શન કરી ચારણીમાંથી પતિનો ચહેરો જોયા પછી પતિને હાથે પાણી પીને ઉપવાસ સંપન્ન કર્યા હતા.


  • Follow us on: