ગુજરાતના વડોદરા (Vadodara) શહેરમાં ટ્રાફિક નિયમો અને વાહનોની નંબર પ્લેટ (Number Plate) ને લઈને કરવામાં આવેલા રિયાલિટી ચેક (Reality Check) માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઈ-ચલણ (E-Challan) થી બચવા માટે કેટલાક વાહનચાલકો અવનવી યુક્તિઓ અપનાવી રહ્યા છે, જેમાં નંબર પ્લેટ તોડી નાખવી, નંબર પ્લેટ પર ધાર્મિક ચૂંદડી (Religious Chunri) બાંધી દેવી અથવા નંબર પ્લેટ પરના અક્ષરો ઝાંખા કરી દેવા જેવા નુસખા જોવા મળી રહ્યા છે.
ટ્રાફિક વિભાગ ACP ડી. એમ. વ્યાસનું નિવેદન
આ સમગ્ર મામલે વડોદરા ટ્રાફિક વિભાગ (Traffic Department) ના ACP ડી. એમ. વ્યાસ (ACP D. M. Vyas) નું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઘણા વાહનચાલકો આવા નુસખા કરતા હોય છે, જેના કારણે ઈ-ચલણ આપવામાં તકલીફ પડે છે અને ખાસ કરીને જ્યારે કોઈ ગુનો (Crime) બને છે ત્યારે આરોપીઓના વાહનના ડિટેક્શન (Detection) માં ઘણી વાર લાગે છે.

