શિનોર તાલુકાના સાધલી બસ સ્ટેન્ડની પાછળ આવેલ ચેતન મોબાઈલ શોપ અને કનુભાઈ માળીની દુકાન સામે ઘણા સમયથી પાણીની લાઇન લીકેજ થવાથી સાધલી પંચાયત દ્વારા ખોદકામ કરાયું હતું. જેમાં લીકેજનો ફોલ્ટ ન મળવાથી બીજી જગ્યાએ ખોદવાનું ચાલુ કર્યું હતું. પરંતુ ફોલ્ટ ન મળતા કામ અધૂરું છોડી દીધુ હતું. જે અંગે વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પાઇપો બદલવી પડશે તેવું જણાવાયું હતું. પંચાયતમાંથી એમ કહેવામાં આવે છે કે, તમારું કામ થઈ જશે ત્રણ ચાર મહિના થઈ ગયા તો એ હજી કામ થયું નથી. પંચાયતના સભ્યોનું પેટમાંથી પાણી પણ હલતું નથી. જાણે ઘોરનિંદ્રામાં સૂતા હોય હાલ વરસાદ પડવાથી ખાડામાં પાણી પણ ભરાયું છે. આ મોટા ખાડામાં કોઈ વ્યક્તિ ખાબકે તો તે માટે જવાબદાર કોણ ? આ ખાડામાં કોઈ ખાબકે અને વાહન ચાલક પડે કે, કોઈ નાનું બાળક પડે આ જાહેર રસ્તો છે. ત્યાં વાહન ચાલકોની ખૂબ અવર-જવર વધારે હોય છે. તેથી કોઈ વાહન ચાલક પાણી ભરેલા ખાડામાં ભોગ ન બને તેની જવાબદારી કોણ લેશે તે જોવું રહ્યું.



  • Follow us on: