ડભોઇ અને વસઈ વચ્ચે છેલ્લા આઠ મહિનાથી ચાલી રહેલા બે નાળાના કામથી વાહનચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં છે. આ કામગીરી પૂરી ન થવાને કારણે ડભોઇ-વાઘોડિયા રોડ પરથી પસાર થતા હજારો લોકોને રોજિંદા અવરજવરમાં તકલીફ પડે છે.


નાળાના કામને કારણે રસ્તા પર લેવલિંગ બરાબર ન હોવાથી અને કાંકરા બહાર નીકળી ગયા હોવાથી વાહનોના પંચર પડવાની ઘટના વધી છે. રસ્તો સાંકડો થવાને કારણે ઠેર-ઠેર ટ્રાફ્કિ જામ થાય છે. જેનાથી કિંમતી સમયનો વ્યય થાય છે.

માટીના ઢગલા રોડની આસપાસ માટીના ઢગલા હોવાને કારણે પણ વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. રોજિંદા જીવન પર અસર આ માર્ગ પરથી વાઘોડિયામાં આવેલી પારુલ હોસ્પિટલ અને અન્ય દવાખાના પણ આવેલા છે, જ્યાં દર્દીઓને તાત્કાલિક પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.

આ ઉપરાંત, આસપાસ આવેલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને રોજિંદા ધંધા-રોજગાર માટે અવરજવર કરતા લોકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. ? સ્થાનિક લોકો આ કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે, જેથી તેમની રોજિંદી મુશ્કેલીનો અંત આવે. સ્થાનિક પ્રશાસને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને કામ ઝડપથી પૂરું કરાવવું જોઈએ, જેથી લોકોની હાલાકી દૂર થાય.


  • Follow us on: