નસવાડી તાલુકાના કુંડા ગામના નલીયાબારી ફળીયામાં રસ્તાના 150થી વધુ લોકોને હાલાકી પડી રહી છે. જેથી ગામના લોકોને રસ્તાનું સમારકામ જાતે જ કર્યું હતું. ડુંગર વિસ્તારનાં રસ્તાઓ તંત્ર દ્વારા વહેલી તકે બનાવે તેવી માંગ કરાઇ છે.
તાલુકાનો મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ છે. જ્યાં ફળીયાને જોડતા રસ્તાઓ કાચા હોવાથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકી પડે છે. જેના કારણે લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે. જ્યારે હાલ નસવાડી તાલુકાના કુંડા ગામના નલીયાબારી ફળીયામાં 25 જેટલા ઘરો આવેલા છે 150થી વસતી છે. આ ફળીયામાં જવાનો કાચો રસ્તો વરસાદમાં ધોવાય જતા રસ્તા પર મોટી મોટી ગટરો અને મોટા મોટા પથ્થર આવી જતા ગામના લોકોને અવર જવર કરવા માટે હાલાકી પડે છે. ત્યારે ગામના નવ યુવાનો ભેગા મળીને રસ્તાનું સમારકામ કર્યું છે.નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારનાં ગ્રામીણ વિસ્તારના ફળીયાને જોડતા રસ્તાઓ તંત્ર દ્વારા નવા બનાવવામાં આવે તેવી માંગ કરી છે. નસવાડી તાલુકામાં ગ્રામ પંચાયતોને મળતી ગ્રાંન્ટ જો ડુંગર વિસ્તારનાં ગ્રામીણ વિસ્તારમાં વપરાય તો લોકોની હાલત સુધરે તેવી સ્થિતિ ખેતરોમાં અને કોતરોમાં બિનજરૂરી કામો કરીને ગ્રાન્ટનો વેડફટ થાય છે. તેની જગ્યાએ ડુંગર વિસ્તારનાં રોડ બનાવવા માટે વાપરવામાં આવે તે જરૂરી છે.










