સાવલી નગરમાં આગામી ગણપતિ વિસર્જન અને ઇદે મિલાદ પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આગામી દિવસોમાં ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદ બને ધાર્મિક પર્વ ને ધ્યાનમાં રાખી નગરનાં સંવેદન શીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ, ડીવાયએસપી મિલન મોદી, એલસીબી સાવલી પી.આઇ., પી.એસ.આઇ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા. પોલીસ સ્ટેશનથી લઇ ખાડીયા બજાર, વડોદરા ભાગોળ, પરબડી, ભીમનાથ મંદિર, ડેરા ભાગોળ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.










