બોડેલી તાલુકાના મુલધર ગામની સીમમાંથી પસાર થતી મેરીયા નદીમાં ઠલવાતાં રેતી વોસ કરેલ પ્લાન્ટમાંથી કેમિકલ યુક્ત દુષિત રગડો છેલ્લા ઘણા મહીનાઓથી ઠલવાતાં પાણી સાથે અસહ્ય પ્રદુષણ ફેલાયું છે. ત્યારે નદીમાં ઠલવાતાં દુષિત રગડાના પાણીના ઉંડા ખાડામાં એક ભેંસ ગરકાવ થઈ ગઈ હતી જેને ગ્રામજનોએ મહામહેનતે બહાર કાઢી મુંગા પશુનો જીવ બચાવ્યો હતો.


બોડેલીના મુલધર ગામમાંથી પસાર થતી મેરીયા નદીમાં રેતીના એક પ્લાન્ટમાથી આવતા કેમિકલ યુક્ત દુષિત પાણી સાથે અસહ્ય પ્રદુષણ તો ફેલાયું છે પરીણામે કાંઠા ગામના ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કાર્યો માટે મુશ્કેલી સર્જાવા સહિત પાણીની જીવ સૃષ્ટિ સામે પણ જોખમ તોળાઈ રહ્યું છે બોડેલી તાલુકા વિસ્તારમાંથી પસાર થતા મેરીયા સહિત ઓરસંગ નદી દિન પ્રતિદિન વધુને વધુ પ્રદુષિત થઈ રહી છે જેને કારણે ખેતી લાયક જમીન ઉપર ધીરે ધીરે પ્રદુષણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે મેરીયા નદીમાંથી ઓરસંગ નદીમાં ભળતું ગંદુ પાણી બંને નદીઓમાં ગંદકી સાથે પશુઓ માટે પણ રોગીષ્ઠ હોવાનું પશુપાલકો જણાવી રહ્યા છે સામાન્ય રીતે રેતીમાંથી પાણી પસાર થાય તો સ્વચ્છ થઈ જાય છે પરંતુ કેમિકલ યુક્ત રગડા સાથે દુષિત ડહોળુ પાણી આવે છે એનું કોઈ સંશોધન થતું નથી મેરીયા નદીમાં પાણી તદ્દન લીલું થઈ ગયુ છે રગડા સહિતની ગંદકીના કારણે નદીમાં પશુઓ સહિત પશુપાલકો ગરકાવ થઈ જવાના બનાવો વધવા પામ્યા છે ત્યારે આજરોજ મુલધર ગામના પશુપાલકની ભેંસ ચરતા ચરતા રગડા સાથેના ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી જેને ગ્રામજનોએ મહામહેનતે બહાર કાઢી મુંગા પશુનો જીવ બચાવ્યો હતો આ વિસ્તારના મુંગા પશુઓ પણ તરસ છીપાવવા નદીના પાણીનો ઉપયોગ કરતા હોય સ્વાસ્થ્ય માટે પણ જોખમ તોળાઈ રહ્યું છે નદીની જીવસૃષ્ટિ, જળચરોના અસ્તિત્વ પણ પ્રદુષણને લઈને જોખમાવાની દહેશત પ્રગટી છે ત્યારે પયૉવરણ માટે ખતરો ગણાતા આ ગંદા રગડા સહિતનું કેમિકલ યુક્ત પાણીને તંત્ર કંટ્રોલ કરી શકતું નથી જેથી ખેડૂતો, પશુપાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મુલધર ગામની મેરીયા નદીમાં ઠલવાતાં દુષિત રગડાના પાણીના ઉંડા ખાડામાં એક ભેંસ ગરકાવ થતાં મહામહેનતે પશુપાલકોએ બહાર કાઢી હતી.


  • Follow us on: