ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ ખાતે હાલ ભાદરવા માસના પાછલાં શ્રાદ્ધપક્ષ ચાલતાં હોય ભાદરવી પૂનમથી અમાસ સર્વ પિતૃ શ્રાદ્ધ સુધી મૃતક સર્જનોના પિતૃઓની તિથિ સહિત મોક્ષની કામના રાખતાં આગ અકસ્માત ડૂબવાથી કમોતથી મૃત્યુ પામનારના પણ આ શ્રાદ્ધ પક્ષમાં હાલ તર્પણ પિંડદાન મોક્ષપિંડ મુકાતા હોય હાલ શ્રદ્ધા પક્ષમાં નારાયણ બલી કાગબલી પંચબલી શ્રાદ્ધ તર્પણ થતા હોય જેથી શ્રદ્ધાળુઓનો હાલ ચાણોદ ખાતે ત્રિવેણી સંગમ ખાતે ધસારો જોવા મળે છે.


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના શ્રદ્ધાનો અનેરુ મહત્વ છે. શ્રાદ્ધમાં દાનનું મહત્વ છે. ધનધાન્ય કાગવાસ ગાય, કૂતરાને વાસ લોકો દ્વારા હાલ નંખાઈ રહ્યાં છે. દૂધ, ખીર, માલપૂડા, લાડું જેવી વ્યંજન વાનગી પણ શ્રાદ્ધમાં હાલ લોકો દ્વારા વાનગી પીરસાઈ રહી છે. કેટલાક પરિવારો દ્વારા બ્રહ્મભોજન, ભૂલકાઓને ભોજન વસ્ત્રદાન કરી રહ્યાં છે.


  • Follow us on: