વડોદરા ગ્રામ્યની હદમાં આવેલા સાંકરદા ગામ પાસે વિદ્યાર્થીઓએ એસટી બસોની અનિયમિતતાથી કંટાળીને ફરી એકવાર ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ વડોદરા-વાસદ-આણંદ રૂટની બસો રોકીને પોતાનો ભારે રોષ ઠાલવ્યો હતો. આ ચક્કાજામના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ નંદેશરી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

બસોની અનિયમિતતા હોવાનો આરોપ

વિદ્યાર્થીઓનો આરોપ છે કે બસોની અનિયમિતતા અને અપૂરતી વ્યવસ્થાના કારણે તેમને દરરોજ મુશ્કેલી વેઠવી પડે છે. આ મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખીને યોગ્ય રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. 

નિયમિત અને પૂરતી બસ સેવા મળે તેવી માગ

વિદ્યાર્થીઓએ માગ કરી છે કે આ રૂટ પર નિયમિત અને પૂરતી બસ સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. 


આ પણ વાંચો    :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?