સાવલી દશાદિશાવળ વણિક યુવા મહિલા સમાજ દ્વારા આજ રોજ હરણી રોડ પર નાગેશ્વર મહાદેવ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. સમાજની પ્રમુખ પ્રીતિબેન શાહ અને ઉપપ્રમુખ અમિતા મજમુન્દારના સુકાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી.


કાર્યક્રમમાં સમાજની આશરે 35 જેટલી બહેનો પોતાની અંદર છુપાયેલી પ્રતિભાઓ, કૃતિઓ અને કલાત્મક રજૂઆતો દ્વારા સૌનું મન મોહી લીધું. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન લાયન્સ ક્લબના જયેશ ચૌહાણ દ્વારા કરાયું હતું. સમારોહ દરમિયાન સમાજના આશરે 750થી વધુ લોકોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. કાર્યક્રમને વણિક સમાજના પ્રમુખ સુનિલ શાહ, કોર્પોરેટર ડૉ. રાજેશ શાહ, તેમજ વિવિયના ગ્રૂપના નિકેશ ચોકસીની વિશેષ હાજરી મળી હતી. સમાજના સર્વાંગી વિકાસ અને બહેનોની પ્રતિભાને પ્રોત્સાહન મળે તે દિશામાં આ સ્નેહમિલન સમારોહ સફ્ળ પુરવાર થયો હતો.


  • Follow us on: