શહેરની એમ.એસ.યુનિ.માં ચાલુ ઈન્ટરનલ પરીક્ષા દરમિયાન ક્રિકેટ માટે સિલેક્શન ટ્રાયલ્સની પ્રક્રિયા ડી.એન.હોલ ખાતે થઈ રહી છે.


એમ.એસ.યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં ઈન્ટરનલ પરીક્ષા ચાલે છે. દરમિયાન ડી.એન.હોલ ખાતે વિદ્યાર્થીઓની ક્રિકેટમાં પસંદગી માટે સિલેક્શન ટ્રાયલ્સ પણ શરૂ થયા છે. ગત તા.8મી એ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે સવારે સાડા સાતથી સિલેક્શન ટ્રાયલ્સ શરૂ થયો હતો. આજે આર્ટ્સ, સંસ્કૃત મહાવિદ્યાલય, ફાઈન આર્ટસ, લો, સોશિયલ વર્ક અને FFCSના વિદ્યાર્થીઓએ બપોરે અઢીથી શરૂ થયેલા ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો. આવતીકાલે શુક્રવારે ટેકનોલોજી, પર્ફોમિંગ આર્ટસ અને સાયન્સના વિદ્યાર્થીઓ સવારે સાડા સાથી ટ્રાયલ્સમાં ભાગ લેશે. શનિવારે અંતિમ દિવસે જર્નાલિઝમ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી, મેનેજમેન્ટ સ્ટડીઝ, ફાર્મસી અને યુનિ.ની બીજી સંસ્થાના વિદ્યાર્થીઓનો ટ્રાયલ લેવાશે. એકદંરે ચાર દિવસ દરમિયાન 60 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ થશે, જેમાંથી યુનિ.ની ટીમ માટે પસંદગી કરવામાં આવશે.


  • Follow us on: