ભારત સરકારે તાજેતરમાં જીએસટીમાં ઘટાડો કરતા સામાન્ય જનતા, ખેડૂતો,તથા વેપારીઓના શું પ્રત્યાઘાત છે, તે જાણવા માટે ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખે શિનોર તાલુકાના સેગવા મુકામે મુલાકાત લઈ સૌને મળીને ચર્ચા વિચારણા કરી ને લાભ જણાવ્યા હતા.


ભારત સરકારે મોડે મોડા જી.એસ.ટી.માં ઘટાડો કર્યો, તેનો ઉત્સવ ભાજપા દ્વારા મનાવવામાં આવે છે. તે સંદર્ભે આજ રોજ તારીખ 27 સપ્ટેમ્બર 2025 ના રોજ બપોરના 02:30 કલાકે ,ધારાસભ્ય અક્ષય પટેલ તથા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ શિનોર તાલુકાના વિકાસ પામેલા વેપારી મથક એવા સેગવા મુકામે કાર્યકરો સાથે વેપારીઓ, ખેડૂતો તથા સામાન્ય જનતાને મળીને જી.એસ.ટી. ઘટાડાના શું પ્રત્યાઘાતો છે ,તે જાણવા પ્રયત્ન કર્યો. તથા વેપારીઓ દ્વારા ઘટાડેલા જી.એસ.ટી.નો લાભ વપરાશ કર્તાઓ ને પૂરેપૂરો મળે તે માટે વેપારીઓને સમજણ આપી હતી.


  • Follow us on: