નસવાડી તાલુકામાં 61,844 ખેડૂતો આર્થિક સંકટના ભય હેઠળ આવી ગયા છે. 32,369 હેકટર જમીનમાં હજુ સુધી વાવણી થઈ શકી નથી. સમગ્ર તાલુકામાં ખેતીની સ્થિતિ ચિંતાજનક બની છે. વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.


કમોસમી વરસાદ અને ત્યારબાદ મોન્સૂનનો પ્રારંભ થવાને કારણે ખેડૂતોને વાવણી માટે જરૂરી સમય મળી શક્યો નથી. પરિણામે, હાલ અંદાજીત 32,369 હેકટર જેટલી ખેતીલાયક જમીનમાં હજુ સુધી વાવણીનો પ્રારંભ થયો નથી. લગભગ 61844 ખેડૂતોને ગંભીર આર્થિક સંકટ તરફ દોરી શકે છે. નસવાડી તાલુકો પૂર્ણ ખેતી આધારિત છે. અહીં મોટાભાગના ખેડૂતો ચોમાસામાં કપાસ, સોયાબીન, મકાઈ, તુવેર અને અડદ જેવા પાક વાવી જીવનનિર્વાહ કરે છે. પરંતુ કમોસમી વરસાદ અને બાદમાં મોન્સૂનનો વહેલો પ્રારંભ થતા ખેતરો પાણીથી તરબોળ થયા છે. ભેજ, વધુ પાણીને કારણે બિયારણના અંકુરમાં વિઘ્ન આવી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં વાવેતર કરેલું બીજ પણ બગડી ગયાનું જણાઈ રહ્યું છે.

ચામેઠા ગામમાં વરસાદને લઇ વાવણી કરી શકાઇ નથી

જેન્તીભાઇ વિઠ્ઠલભાઈ ભીલ ચામેઠા ગામના ખેડૂતના જણાવ્યા અનુસાર, ખેડૂતોની પરિસ્થિતિ બિલકુલ ખરાબ છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમજણ પડતી નથી. વરસાદને કારણે કોઈ વાવણી કરી શક્યા નથી. આ વર્ષે ખેતી પાકી એનો ભાવ મળ્યો નથી. હજુ લોકોનાં તલ ઘરમાં પડી રહ્યાં છે. ખેડૂતોની હાલત બહું ખરાબ છે.


  • Follow us on: