વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગના નામે વેપારીઓને ડરાવી-ધમકાવી પૈસા પડાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ભેજાબાજ ઠગો પોતાને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ઓળખાવી શહેરના વેપારીઓને સતત ફોન કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે નાણાંની ઉઘરાણી કરી રહ્યા છે. નકલી અધિકારીઓની આ પ્રવૃત્તિથી સ્થાનિક વેપારી આલમમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

QR કોડ મોકલી ઉઘરાણી, પૈસા ન આપો તો રેડની ધમકી

ઠગો વેપારીઓને ફોન કરીને દાવો કરે છે કે તેમના એકમ કે દુકાન સામે કાયદાકીય ઉલ્લંઘનની ફરિયાદો મળી છે. જો વેપારીઓ તાત્કાલિક નાણાં નહીં ચૂકવે તો દુકાન પર દરોડા (રેડ) પાડીને મોટું નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવે છે. ઓનલાઇન રકમ મેળવવા માટે આ ઠગો દ્વારા વેપારીઓના મોબાઈલ પર QR કોડ પણ મોકલવામાં આવી રહ્યા છે, જેથી તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરાવી શકાય.

New scandal of bogus officials in Vadodara!

આરોગ્ય વિભાગની અપીલ અને સાયબર ક્રાઇમમાં લાલઆંખ

આ મામલો ધ્યાને આવતાં જ પાલિકાના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તંત્ર દ્વારા ક્યારેય ફોન પર કે QR કોડથી પૈસા માંગવામાં આવતા નથી. આરોગ્ય વિભાગે તમામ વેપારીઓને આવા બોગસ કોલ્સથી સાવધ રહેવા અને તાત્કાલિક ફરિયાદ નોંધાવવા સૂચન કર્યું છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી વેપારી એસોસિએશન દ્વારા વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો