પાવીજેતપુર ખાતે પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી પાડયા છે. બાતમીને આધારે પોલીસે સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી ચોરખાનું બનાવી છુપાવેલો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા. 6,70,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


પાવીજેતપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, એક સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને છોટાઉદેપુરથી પાવીજેતપુર તરફ આવી રહી છે. જેને આધારે પોલીસે પાવીજેતપુર ટાઉન એ.પી.એમ.સીના વજન કાંટા નજીક જાહેર રોડ ઉપર વોચ ગોઠવીને બાતમીવાળી સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કરતા ગાડી ઊભી રહી હતી. પોલીસે ગાડીના ચાલકનું નામ પૂછતા તેણે ઇનાયત ઇબ્રાહિમ મસીયા (ઉ.વ.24, રહે.જામનગર) અને ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા ઇસમનું નામ સફ્યિા મુસ્તુફ ખમુ (ઉ.વ.26, રહે. ધુંવાવ, જામનગર) હોવાનું જણાવ્યું હતું. તેમની ગાડીમાં તપાસ કરતા ડ્રાઇવરની બાજુની સીટની નીચે, વચ્ચેની સીટની નીચે અને પાછળના ભાગે ચોરખાનું બનાવી પ્રોહી મુદ્દામાલ મળ્યો હતો. ગાડીમાં ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.


  • Follow us on: