સંસ્કૃતિ છે તો આપણુ અસતિત્વ છે. ભારતીય સંસ્કૃતિ પર અનેક આક્રમણો થવા છતા તે પણ અવિરત પણ વહેતી રહી છે. વડોદરા પણ કળા અને સંસ્કૃતિક્ષેત્ર આગવી પ્રતિભા ધરાવે છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે વડોદરા વિશ્વમાં અવ્વલ છે તેમ 'સાંસદ સાંસ્કૃતિક સંગમ' કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશીએ કહ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કાર્યક્રમમાં કોઇ કારણથી આવી શક્યા ન હતા. કાર્યક્રમને સંબોધતા વડોદરાના સાંસદ હેમાંગ જોષીએ જણાવ્યુ હતુ કે, વડોદરા શહેરમાં દરેક કલાકારને પ્રોત્સાહન મળે તે માટેનુ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વ્હાલુ વડોદરા ફાઉન્ડેશન થકી તેને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે. જોજો વડોદરા શોર્ટ ફિલ્મ કોમ્પીટીનનું આયોજન કરવામાં આવ્યુ છે.

તેમણે ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂર અને ભાષા અનેક પરિભાષા એક વિષય પર શોર્ટ ફિલ્મ બનાવીને તે 30મી સપ્ટેમ્બર સુધીને સાંસદના કાર્યાલય પર મોકલી આપવાની રહેશે. બેસ્ટ 25 મુવિમાંથી ત્રણને રોકડ ઇનામ આપવામાં આવશે.

કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા પણ આવ્યા હતાં. તેમણે એવુ કહ્યું કે, પ્રાથમિક શિક્ષણ આપવાનુ શરૂ કરનાર વડોદરાનુ ગાયકવાડી સ્ટેટ પ્રથમ હતુ. આ શહેર કલા અને સંસ્કૃતિની અસ્ખલિત પ્રવાહ વહેડાવી રહ્યુ છે. શહેરના સાંસદ હેમાંગ જોષીએ પણ મારૂ વડોદરા, વ્હાલુ વડોદરાના સુત્ર થકી શહેરની કલા અને સંસ્કૃતિનો પ્રવાહ અવિરત વહે તે માટેના પ્રયત્નો કર્યા છે. જેના ભાગરૂપે શોર્ટ ફિલ્મ કોમ્પીટીશનનુ આયોજન કર્યુ છે. કલા અને સંસ્કૃતિ આપણી જીવાદોરી અને જીવનધારા છે. તેના વિના મનુષ્યની જીંદગી શુષ્ક છે. ભારતીય સંસ્કૃતિ પર અનેક પ્રહારો થયા છતા તે નિરંતર વહેતી રહી હતી. વિદેશી આક્રંતાઓ દ્વારા વેદોની રચનાઓના ગ્રંથો સળગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે રામચરિત માનસ અને ભાગવતની સપ્તાહો અવિરત ચાલુ રહી હતી. સંસ્કૃતિ આપણા જીવનનો એક ભાગ છે.


  • Follow us on: