વાઘોડિયા તાલુકાના જરોદ ગામે મહાકાળી માતાના મંદિરે, બારીયાવગા અને ભાલિયા વગો વગેરે સ્થળે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર વ્રત દ્વારા સૌભાગ્યવતીઓ વડનું પૂજન, પરિક્રમા, ઉપવાસ, જાગરણ તથા પતિના દિર્ધાર્યુ માટે કામના કરે છે. જેઠ સુદ તેરસથી એક ટાઈમ જમી પોતાના પતિના આયુષ્ય માટે વટ સાવિત્રીનો ઉપવાસ રાખે છે. અને વટ સાવિત્રી વ્રતનાં દિવસે મહિલાઓ વહેલી સવારે હાથમાં પૂજાની થાળી લઈ વડ નીચે ભૂદેવોના મંત્રોચ્ચારથી ભક્તિમય વાતાવરણમાં વડની પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા. વડની પૂજા અર્ચના તેમજ વડની પરિક્રમા કરી પતિના દિર્ધાર્યુ માટે કામના કરી હતી.



  • Follow us on: