સંખેડા તાલુકાની સંધરા પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ પૂરવાની માગને લઈ ગામલોકો તેમજ SMCના સભ્યો ભેગા મળી શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કર્યો હતો.
આ પ્રાથમિક શાળામાં બે શિક્ષકોનું મહેકમ હોવા છતાં બે વર્ષથી એક જ શિક્ષક શાળાનું સંચાલન કરતા હોય બાળકોના શિક્ષણ પર અસર પડતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં ગામલોકોએ નારાજગી વ્યક્ત કરી શાળા પ્રવેશોત્સવને અટકાવ્યો હતો જ્યાં સુધી શિક્ષકની ઘટ પૂરવામાં ન આવે ત્યાંસુધી તમામ સરકારી કાર્યક્રમો બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું,
તાલુકાની સંધરા પ્રથામિક શાળા ખાતે આજરો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહેલા સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેને ગામલોકોને સમજાવવા છતાં ગામલોકો ન માનતા પ્રવેશોત્સવ કાર્યક્રમ પડતો મુકાયો હતો. CRC દિવ્યેશ સુથારે આ સમસ્યા નિવારવા રજૂઆત કરી છે.
પહેલાં શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવો
સંધરા ગામની પ્રા.શાળામાં બે વર્ષથી એક શિક્ષક છે આ શાળાનો આજે પ્રવેશોત્સવ હોય SMC સભ્યે જણાવ્યું હતું કે પહેલા તો શિક્ષકનો પ્રવેશોત્સવ કરાવો પછી શાળા પ્રવેશોત્સવ કરાવો કારણકે એક સમયે આ શાળા નં. 1 હતી એક શિક્ષક શાળાનું સંચાલન કરી શકતા ન હોય બાળકોના શિક્ષણ પર અસર પડી છે જેથી અમારી શાળામાં વધુ એક શિક્ષક મૂકવા માગ છે. - મનોજ તડવી, SMC સભ્ય.