નસવાડીના સરકારી દવાખાનામાં સ્થાપિત કરવામાં આવેલા વિઘ્નહર્તા ગણપતિ બાપાના વિસર્જનનો કાર્યક્રમ આજે ભક્તિભાવ સાથે યોજાયો હતો.


વિસર્જન પ્રસંગે હોસ્પિટલના તબીબી અધિકારીઓ, સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણપતિ બાપાની પ્રતિમાને ભક્તિપૂર્વક સજાવીને વરઘોડો કાઢવામાં આવ્યો. ભજન-કીર્તન, નૃત્ય-ગીત તેમજ ગણપતિ બાપા મોરિયાના ગુંજતા નાદ વચ્ચે ઉમંગ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું.સામૂહિક રીતે આરતી ઉતારીને તથા પૂજા અર્ચના કરીને ગણપતિજીને વિદાય આપવામાં આવી હતી.


  • Follow us on: