વડોદરાની વિશ્વામિત્રી નદીમાં 5 ફૂટનો મગર મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. વેમાલી સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં મૃત મગર જોવા મળતાં ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.

મૃત મગરના દેહને નદીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો

માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃત મગરના દેહને નદીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો. નદીમાં મગરના મોતની ઘટનાએ વિશ્વામિત્રીની સ્થિતિને લઈને ફરી એકવાર અનેક સવાલો ઊભા કર્યા છે.

Vadodara: A 5-foot crocodile was found dead in the Vishwamitri River, raising serious questions over river pollution, cleanup claims and wildlife safety

5 ફૂટનો મગર મૃત હાલતમાં મળ્યો

વેમાલી સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીમાં અંદાજે 5 ફૂટનો મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. નદીમાં મગર મૃત મળતાં આસપાસના વિસ્તારમાં લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. વિશ્વામિત્રી નદી મગરોની હાજરી માટે જાણીતી છે. ત્યારે નદીમાં મગરનું મોત થતાં આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃત મગરના દેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. મગરના મોતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. મૃત મગરની તપાસ બાદ તેના મોત પાછળનું કારણ જાણી શકાય તેવી શક્યતા છે.

Vadodara: A 5-foot crocodile was found dead in the Vishwamitri River, raising serious questions over river pollution, cleanup claims and wildlife safety

વિશ્વામિત્રી શુદ્ધિકરણના દાવા સામે સવાલ

વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને સંરક્ષણને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ અને દાવા કરવામાં આવતા રહ્યા છે. જોકે નદીમાં મગર મૃત હાલતમાં મળતાં વિશ્વામિત્રીની વર્તમાન સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિકો દ્વારા નદીની સ્થિતિને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મગરના મોત પાછળ નદીનું પ્રદૂષણ, અન્ય પરિસ્થિતિ કે કોઈ બીજું કારણ જવાબદાર છે કે નહીં, તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

નદીની દયનીય સ્થિતિ ફરી ચર્ચામાં

વિશ્વામિત્રીની સ્થિતિને લઈને અગાઉ પણ અનેક વખત પ્રશ્નો ઊઠતા રહ્યા છે. હવે નદીમાં મગર મૃત હાલતમાં મળવાની ઘટનાએ ફરી એકવાર નદીના પર્યાવરણ અને જળચર જીવસૃષ્ટિના સંરક્ષણનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે. હવે મગરના મોતનું સાચું કારણ શું છે અને મૃત મગર અંગે આગળ શું તપાસ કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે. 


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ