વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાં યુવાનો દ્વારા કાયદાના સરેઆમ લીરેલીરા ઉડાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં યુવાનોએ જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ યુવાનોએ તલવારથી કેક કાપતા હોય તેવા વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મૂક્યા હતા, જેના કારણે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ ગયો છે. જાહેરમાં તલવાર જેવા ધારદાર હથિયારનો ઉપયોગ કરીને ઉજવણી કરવી એ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.










