વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર સીધી અસર દેખાઈ રહી છે, વરસાદના કારણે પંચાયત વિભાગના કુલ 52 રોડ બંધ થયા છે તો એક નેશનલ હાઈવેનો રોડ પણ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે કપરાડા મામલતદાર, ઉમરગામ મામલતદાર અને વાપી મામલતદારને મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ અનેક રોડ બંધ થતા લોકોએ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.


[[$googlead]]

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો

તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ધરમપુર, કપરાડામાં નદી-નાળા છલકાયા છે. 2 કલાકમાં ધરમપુર અને કપરાડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં 1 ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. મધુબન ડેમની સપાટી 76.05 મીટરે પહોંચી ચૂકી છે. મધુબન ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડાશે. ડેમના 10 દરવાજા 1.50 મીટરે ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

[[$alsoread]]

20 ઓગસ્ટે રાજ્યના કૂલ 123 તાલુકામાં વરસાદ વરસ્યો

આજે 20 ઓગસ્ટે રાજ્યના કૂલ 123 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં કુલ 12 ઈંચ વરસાદ વરસ્યો છે તો કેશોદમાં 10.71 ઈંચ, વંથલીમાં 10.16 ઇંચ વરસાદ, જુનાગઢના માણાવદરમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં 8.46 કુલ ઈંચ વરસાદ નોંધાયો છે. કુતિયાણામાં 6.89 ઈંચ, કપરાડામાં 6 ઇંચ વરસાદ, રાણાવાવમાં 5.75 ઇંચ, મહુવામાં 5.28 ઇંચ વરસાદ, કાલાવડમાં 4.93 ઇંચ, તાલાલામાં 4.88 ઇંચ વરસાદ, ખેરગામમાં 4.76 ઇંચ, માંગરોળમાં 4 ઇંચથી વધુ વરસાદ, ગારીયાધારમાં 4.37 ઇંચ, વાપીમાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો છે.


  • Follow us on: