વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે-48 (NH-48) ની જર્જરિત સ્થિતિને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.વરસાદી મોસમમાં ખાડાઓથી પરેશાન થતા લોકોને વરસાદ ના હોય તો ધૂળની ડમરીઓથી પરેશાન થવું પડે છે. જે બગવાડા ટોલ નાકા નજીક સ્થાનિકોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો

વાહનચાલકોએ કર્યો વિરોધ

NH-48 પર વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા ટોલ નાકા નજીક આ વિરોધ થયો.હાઇવે પર મોટા-મોટા ખાડા,ધૂળ અને પાણીના ભરાવાને કારણે વાહનોને નુકસાન થાય છે,જેનાથી અકસ્માતો વધી રહ્યા છે.વરસાદમાં તો આ સ્થિતિ વધુ વિરાટ બની જાય છે, જેમાં વાહનો ફસાઈ જાય છે અને ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.વાહન ચાલકો,ટ્રાન્સપોર્ટર્સ અને ગ્રામીણ વિસ્તારોના લોકોએ આ ચક્કાજામમાં ભાગ લીધો. તેઓએ હાઇવે પર બેઠીને રસ્તો બંધ કર્યો અને NHAI અને સરકારને જવાબદાર ઠેરવ્યા. તેઓએ માંગ કરી કે ટોલ ટેક્સ વસૂલવામાં આવે તો હાઇવેનું યોગ્ય રક્ષણ અને સમારકામ કરવામાં આવે.પોલીસની કાર્યવાહી: ચક્કાજામની માહિતી મળતાં પારડી પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સ્થાનિકોને સમજાવીને વાત કરી અને તેમને ઉચ્ચ અધિકારીઓ સુધી પોતાની માંગો પહોંચાડવાની ખાતરી આપી. આખરે હાઇવે ચાલુ કરાવવામાં આવ્યો, પરંતુ લોકોમાં રોષ હજુ પણ રહ્યો છે.

NH-48 અમદાવાદ-મુંબઈને જોડતું મહત્વનું હાઇવે છે,જે વલસાડ જિલ્લામાંથી પસાર થતું હોવાથી વેપાર અને પર્યટન માટે આદર્શ છે.જોકે તાજેતરના વરસાદ અને ખરાબ બાંધકામને કારણે આ હાઇવેની સ્થિતિ બગડી ગઈ છે.અકસ્માતોનું વધતું પ્રમાણ જુલાઈ 2025માં પારડી ખાતે ખાડામાં મોટરસાયકલ પડવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, અને તેના 15 દિવસ પછી બીજો અકસ્માત થયો જેમાં ફ્રેક્ચર થયો. આવી ઘટનાઓ વધી રહી છે.પાછલા વિરોધો જુલાઈ 2025માં વલસાડ કલેક્ટર ભવ્યા વર્માએ NHAIને 10 દિવસમાં ખાડા ભરવાનો ફરિયાદ આપ્યો હતો, પરંતુ સમસ્યા હજુ પણ ઉકેલાઈ નથી. ભાજપ નેતાઓએ પણ ખાડાઓમાં બેસીને વિરોધ કર્યો હતો.આ સમસ્યા માત્ર NH-48 સુધી મર્યાદિત નથી NH-848 પર પણ કપરાડા નજીક ખાડા રાજ જોવા મળી રહ્યો છે

વલસાડ જિલ્લા વહીવટતંત્રી ખૂલી પોલ 

વલસાડ જિલ્લા વહીવટ તરફથી સમારકામની ખાબરો આવી રહી છે,પરંતુ લોકોની માંગ છે કે તાત્કાલિક કાર્યવાહી થાય અને ટોલ વસૂલાત વચ્ચે હાઇવેની જવાબદારી નિભાવવામાં આવે. વલસાડ MP ધવલ પટેલે પણ આ મુદ્દે NHAI અધિકારીઓને બોલાવીને નિરીક્ષણ કર્યું છે.આ વિરોધથી સ્પષ્ટ થાય છે કે ખરાબ રસ્તાઓને કારણે સામાન્ય લોકોના જીવન પર જોખમ વધી રહ્યું છે.જો સમયસર સમારકામ ન થાય તો આવા વિરોધ વધુ તીવ્ર બની શકે છે.

  • Follow us on: