વલસાડ લોકસભા મતવિસ્તાર ના વાંસદા - ધરમપુર વિધાનસભા ના આદિવાસી વિસ્તારના યુવાનોનો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સંપુર્ણ વિશ્વાસ ધરાવી રહ્યા છે અને કોંગ્રેસ તેમજ અંનત પટેલ દ્રારા જુઠ્ઠાણું ફેલાવી પાર - તાપી પાવર લીંક પ્રોજેક્ટ સંદર્ભે આદિવાસી સમાજના લોકો ને ભ્રમિત કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી ઠેર ઠેર બેનર્સ લગાવ્યા હતા

ધવલભાઈ પટેલના સમર્થનમાં બેનર લગાવ્યા
કોંગ્રેસ તેમજ અંનત પટેલ દ્રારા જુઠ્ઠાણું ફેલાવી પાર - તાપી પાવર લીંક પ્રોજેક્ટ સંદર્ભે આદિવાસી સમાજના લોકો ને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે એવા સંજોગે ધરમપુર વિધાનસભા વિસ્તારના અનેક આદિવાસી સમાજના યુવાનો દ્વારા જાગીરી, નડગધરી રોડ, બરડા, જાગીરી રોડ, શીશુમાળ, પાંડલખડક જેવા ગામોમાં વલસાડ ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલના સમર્થનમાં બેનર લગાવ્યા છે.

પાર - તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કાર્ય થવાનું નથી
સાંસદ ધવલભાઈ પટેલે વલસાડ ડાંગના આદિવાસી સમાજ ને વિશ્વાસ અને ચોક્કસ ખાતરી સાથે જણાવ્યું હતું કે પાર - તાપી રીવર લીંક પ્રોજેક્ટ અંતર્ગત કોઈ કાર્ય થવાનું નથી, કોંગ્રેસના નેતાઓ જુઠ્ઠાણુ ફેલાવી પોતાનો રાજકીય રોડ મેપ બનાવવા આદિવાસી સમાજને ભ્રમિત કરી રહ્યા છે, રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ 2022 માં જ રદ કરવામાં આવ્યો છે,

પીએમ મોદી અને સાંસદ પર પુરો વિશ્વાસ
એ વાત નો સ્વીકાર કરી અનેક ગામના ગામજનો એ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ સાસંદ ધવલભાઈ પટેલ પર પુર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.