મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે દમણ ગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. વલસાડ જિલ્લામાં તમામ 5 નદી પર પુલની કામગીરી પૂર્ણ થઈ છે. ગુજરાતમાં કુલ 21 નદી પર પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે.
5 નદી પર પુલની કામગીરી પૂર્ણ થઈ
આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં આયોજિત 21 નદી પુલોમાંથી આ સોળમો નદી પુલ છે. વલસાડ જિલ્લામાં સ્થિત તમામ પાંચ (05) નદી પુલ હવે પૂર્ણ થઈ ગયા છે. કુલ, સમગ્ર કોરિડોર પર 25 નદી પુલ બનાવવામાં આવી રહ્યા છે.
MAHSR રૂટ લગભગ 56 કિમી લાંબો
વલસાડ જિલ્લામાં MAHSR રૂટ લગભગ 56 કિમી લાંબો છે (દાદરા અને નગર હવેલીમાં 4.3 કિમી સહિત) જે જરોલી ગામથી શરૂ થાય છે અને વાઘલદરા ગામ પર સમાપ્ત થાય છે. રૂટમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન, 350 મીટર લાંબી ટનલ, 05 નદી પુલ અને 01 PSC પુલ (210 મીટર)નો સમાવેશ થાય છે.









