વલસાડના સાંસદ ધવલ પટેલે આજે વાપી મહાનગર પાલિકા, ESIC હોસ્પિટલ અને CETP પ્લાન્ટ સહિત સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકો અને સ્ટાફ સાથે વાતચીત કરી હતી. મનપા દ્વારા લોકોને અપાતી પ્રાથમિક સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી. જ્યારે ESIC હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફ સાથે સુવિધાઓ અંગે વાર્તાલાપ કર્યો હતો.


[[$googlead]]

સાંસદ ધવલ પટેલે મનપા અને ESIC હોસ્પિટલની મુલાકાત લીધી

સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે, આજે વાપીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું. આ દરમિયાન વાપી મહાનગર પાલિકા અને ESIC હોસ્પિટલ સહિતની કચેરીઓની મુલાકાત લીધી હતી. જ્યાં લોકોની આશાઓ અને અપેક્ષાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો. મહાનગર પાલિકાના સ્ટાફ સાથે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત ESIC હોસ્પિટલમાં કામદારો અને અન્ય દર્દીઓ સાથે પણ તેમને મળતી સુવિધાઓ અને અનુભવાતી તકલીફો અંગે જાણકારી મેળવી હતી. હું હવે દર મહિને અહીં આવતો રહીશ. દર મહિને અમને જે ડેટા મળશે તેના પરથી ખ્યાલ આવશે કે અહીં કઈ સુવિધાઓ અંગે અભાવ છે.

આરોગ્ય સુવિધાઓ અંગે દર્દીઓ સાથે વાતચીત કરી

તેમણે વધુમાં કહ્યું હતું કે, ESIC હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓ અંગે દર્દીઓ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ અહીં ડોક્ટરો સાથે પણ ચર્ચાઓ કરી હતી. દર્દીઓને કયા પ્રકારની સુવિધાઓ અપાય છે તેનું નિરીક્ષણ કર્યું હતું. અહીં કઈ સુવિધાઓની કમી છે તેની પણ જાણકારી મેળવી હતી. આગામી સમયમાં અહીં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફ સહિત સ્પેશિયાલિસ્ટની સુવિધા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામગીરી કરવાના પ્રયાસો કરાશે.

[[$alsoread]]


  • Follow us on: