થરાદના ખોડા ચેકપોસ્ટ પર પોલીસ પેટ્રોલિંગ કરી વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન સાચોર તરફ્થી આવી રહેલ મોટર સાયકલ પર બંને સવારોને ઊભા રખાવી તેમની તલાસી લેતા તેમની પાસે રહેલ મોટરસાયકલ ટોપાના અંદરના ભાગેથી.રૂ.5,40,000 લાખનું 27 ગ્રામ માદક પદાર્થ હેરોઇન ડ્રગ્સ મળી આવતા પોલીસે બંનેની અટક કરી મોબાઇલ, મોટર સાયકલ મળી કુલ કિ.રૂ. 6,45,000 લાખનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા લીલા ઉર્ફે રણજીત જીવરાજભાઇ જાતે. માજીરાણા ભીલ રહે ભીલવાસ થરાદ તા. થરાદ અને રાજુ ચંદુભાઈ જાતે. માજીરાણા ભીલ ઉ.વ ઉ.વ.20 રહે. ભીલવાસ તા.થરાદ સહિત ડ્રગ્સ આપનાર અને મંગાવનાર દિનેશ પથુભાઇ મેઘવાળ મૂળ રહે. કાણોઠી તા.સુઇગામ હાલ રહે.વજેગઢ તમામ વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોધી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



  • Follow us on: