વાવ-થરાદ વિસ્તારના જાણીતા કોમેડી કિંગ અને ગુજ્જુ લવ ગુરુ તરીકે લોકપ્રિય ચંદનભાઈ ધેગાંભાઈ રાઠોડનું ભાભર-સુઈગામ હાઈવે પર થયેલા અકસ્માતમાં મોત થયું છે. અકસ્માતના આશરે 3 કલાક પહેલા તેમણે બનાવેલો છેલ્લો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

અકસ્માત પહેલા બોલ્યા હતા જીવન અને મોત અંગેના શબ્દો

ગુજ્જુ લવ ગુરુએ પોતાની છેલ્લી રીલમાં કહ્યું હતું કે, “જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ છે મોત.” અકસ્માત બાદ આ શબ્દોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાહકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

ભાભર-સુઈગામ હાઈવે પર બે બાઈક અથડાઈ

પ્રાથમિક માહિતી મુજબ, ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક 2 બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચંદનભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.



1.8 મિલિયન ફોલોઅર્સ ધરાવતા હતા

ગુજ્જુ લવ ગુરુના ઇન્સ્ટાગ્રામ પર આશરે 1.8 મિલિયન ફોલોઅર્સ હતા. તેમના મોતના સમાચાર સામે આવતા સોશિયલ મીડિયા યુઝર્સે અંતિમ રીલ પર ભાવુક કોમેન્ટ્સ કરી હતી. કેટલાક યુઝર્સે લખ્યું હતું કે “મોતનું નોટિફિકેશન નથી આવતું” અને “મોતનો કોઈ OTP આવતો નથી.”

માણસ બધુ જીતવા દોડે છે પણ અંતે બધુ અહીં જ છોડી જાય છે

છેલ્લા વીડિયોમાં એક યુઝર્સે એવી કોમેન્ટ કરી છે કે મોતનું નોટીફિકેશન નથી આવતું તો બીજા યુઝર્સે લખ્યું હતું કે મોતનો કોઇ ઓટીપી આવતો નથી.. ક્યારેક ક્યારેક કહેલી જુઠી વાત પણ સાચી હોઇ શકે છે એક યુઝર્સે લખ્યું કે માણસ બધુ જીતવા દોડે છે પણ અંતે બધુ અહીં જ છોડી જાય છે. યુઝર્સે ગુજ્જુ લવ ગુરુને શ્રદ્ધાંજલિ અર્પી છે. 

મોતનો આભાસ માણસને પહેલાથી જ થઇ જાય છે

ઇન્સ્ટાગ્રામમાં એક યુઝર્સે લખ્યું કે આપણા સૌના પ્રિય કોમેડી કિંગ અને ગુજ્જુ લવ ગુરુ હવે આપણી વચ્ચે રહ્યા નથી એ વાત માનવી ખુબ જ મુશ્કેલ છે. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. એક યુઝર્સે તેમની આ છેલ્લી પોસ્ટમાં તેમના એકાઉન્ટમાં લખ્યું છે કે મોતનો આભાસ માણસને પહેલાથી જ થઇ જાય છે. જે આમની છેલ્લી રીલ જોઇ લો એમને પણ જાણે ખબર હોય કે એ હવે જવાના છે. એક યુઝર્સે લખ્યું છે કે ગુજ્જુ ભાઇને પહેલાથી ખબર પડી ગઇ હતી એટલે આ વીડિયો બનાવીને જતા રહ્યા

Gujju Love Guru Dies in Accident, Last Reel Leaves Fans Shocked

ચાહકોએ આપી શ્રદ્ધાંજલિ

ગુજ્જુ લવ ગુરુને ચાહકો કોમેડી કિંગ તરીકે ઓળખતા હતા. તેમના અચાનક મોતથી વાવ-થરાદ અને સુઈગામ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમની છેલ્લી પોસ્ટ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.  


આ પણ વાંચો :  Vav-Tharad : કોમેડી કિંગ ‘ગુજ્જુ લવ ગુરુ’નું અકસ્માતમાં મોત, ભાભર-સુઈગામ હાઈવે પર બે બાઈક અથડાતાં કરૂણાંતિકા