ગીર સોમનાથની કોર્ટમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. વેરાવળ કોર્ટના ગેટ પાસે યુવકે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવક અસફાક પંજાએ પોતાને આગ લગાવતા વકીલોએ યુવકને બચાવી લીધો હતો. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવક વર્ષ 2022માં NDPSના કેસનો આરોપી છે.

વેરાવળ કોર્ટમાં આત્મવિલોપનનો પ્રયાસ 

વેરાવળ કોર્ટમાં યુવક દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બપોરે 4 વાગ્યાના આસપાસ આ ઘટના બની હતી. અસફાક ગફાર ભાઈ પંજા નામના 32 વર્ષીય યુવકે આત્મ વિલઓપનો પ્રયાસ કર્યો હતો. વેરાવળ કોર્ટના મુખ્ય દરવાજા પાસે જ પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છાટી સળગી ગયો હતો. ઘટના સમયે નજીક ઉભેલા વકીલોએ યુવકને બચાવ્યો છે.

યુવક વર્ષ 2022માં NDPSના કેસનો આરોપી

આત્મવિલોપનનો પ્રયાસમાં યુવકને ગંભીર સ્થિતિમાં વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. યુવક વર્ષ 2022માં NDPSના કેસનો આરોપી છે. ઘટનાના પગલે ચકચાર મચીં ગઈ હતી. ગીર સોમનાથ LCB સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • Follow us on: