આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વતૈયારીના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય ગુજરાત ડેલિગેશન દક્ષિણ કોરિયાના પ્રવાસે પહોંચ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિદેશી રોકાણ આકર્ષવાનો અને વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવાનો છે.

દેગુ શહેરમાં 'ગુજરાત-કોરિયા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ' યોજાઈ

દક્ષિણ કોરિયાના પ્રખ્યાત ઔદ્યોગિક શહેર દેગુ ખાતે 'ગુજરાત-કોરિયા ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ' બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ બેઠકમાં કોરિયાની 12 જેટલી અગ્રણી ટેક્સટાઈલ કંપનીઓના પ્રતિનિધિઓ સહિત એકંદરે 28 કોરિયન પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બેઠકમાં મુખ્યત્વે ટેક્સટાઈલ મશીનરી, અદ્યતન ફેબ્રિક પ્રોડક્શન અને ટેકનિકલ ટાસ્ક પર વિસ્તૃત રાઉન્ડટેબલ ચર્ચા કરવામાં આવી હતી.

Vibrant Gujarat Summit: Harsh Sanghavi Leads Gujarat Delegation to South Korea for Textile Investments

કોરિયન ટેકનોલોજી અને ગુજરાતની ઉત્પાદન ક્ષમતાનું જોડાણ

આ બેઠક દરમિયાન ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે ટેક્સટાઈલ ક્ષેત્રે નવી તકો ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયાની અદ્યતન ટેકનોલોજી અને નવીનતમ મશીનરી તેમજ ગુજરાતની વિશાળ ઉત્પાદન ક્ષમતા અને કુશળ માનવબળના સમન્વયથી વૈશ્વિક સ્તરે ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવો ઈતિહાસ રચી શકાય તેમ છે. ગુજરાતના ઔદ્યોગિક વાતાવરણ અને નીતિઓની કોરિયન રોકાણકારો સમક્ષ પ્રભાવશાળી રજૂઆત કરવામાં આવી હતી.

Vibrant Gujarat Summit: Harsh Sanghavi Leads Gujarat Delegation to South Korea for Textile Investments

નવસારીના 1,142 એકરના PM મિત્રા પાર્કમાં રોકાણ માટે નિમંત્રણ

ગુજરાત ડેલિગેશન દ્વારા કોરિયન કંપનીઓને નવસારી ખાતે આકાર લઈ રહેલા 1142 એકરના વિશાળ 'PM મિત્રા પાર્ક'માં રોકાણ કરવા માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પાર્કમાં વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિંગલ-વિન્ડો ક્લિયરન્સ અને પ્લગ-એન્ડ-પ્લે સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી કોરિયન ઉદ્યોગપતિઓએ પણ ગુજરાતમાં પોતાના યુનિટ્સ સ્થાપવામાં ઊંડો રસ દાખવ્યો હતો.


આ પણ વાંચો: Gandhinagar News: ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, રાજ્યના 22 ડેપ્યુટી કલેક્ટરની ત્વરિત બદલી!