ગાંધીનગરના દહેગામના બહિયલમાં નવરાત્રિ દરમિયાન કોમી અથડામણ સામે આવી હતી. આ ઘટના બાદ બહિયલમાં દાદાનુ બુલડોઝર ફરવાનું શરૂ થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે કહ્યું હતું કે, એક પણ તોફાનીને છોડવામાં નહીં આવે. એક એકની ક્રાઈમ કૂંડળી શોધીને પગલાં ભરાશે. ગાંધીનગર પોલીસે તોફાનીઓના દબાણોને તોડી પાડ્યા છે. દબાણ હટાવવાનો ખર્ચ પણ તોફાનીઓ પાસેથી વસૂલવામાં આવશે.


[[$googlead]]

તમામ લોકો કાર્યવાહી કરવામાં આવી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, હવે કોઈ પથ્થર તરફ પણ ના જુએ તેવી કામગીરી કરવામાં આવી છે. ધર્મ પર આવુ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરાશે. આરોપીઓ સામે આવક ક્યાંથી આવી તેની પણ તપાસ કરાશે. નવરાત્રિ દરમિયાના પથ્થર મારી આસ્થા અને ધર્મ પર પથ્થર મારવાનો પ્રયાસ કર્યો હતો.જે પણ લોકો ધર્મ પર આવું કૃત્ય કરશે તો તેની સામે આવી જ કાર્યવાહી કરવામાં આવશે.આરોપી ઘરના દરવાજા તોડી બહાર કાઢવામાં આવ્યા છે.આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


[[$alsoread]]

  • Follow us on: