જુનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવાની છે. ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાય તે પહેલા જ રાજકારણ ગરમાયું છે અને એક પક્ષ બીજા પક્ષ પર નિવેદનબાજી કરી રહ્યો છે. તેની વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પૈસા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


[[$googlead]]

રૂપિયા 2 લાખ હરદેવ વિકમાને કોંગ્રેસે આપ્યાના આક્ષેપ

આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગોપાલ ઈટાલીયા વિરૂદ્ધ વીડિયો બનાવવા કાર્યકર્તાઓને ઓફર કરવામાં આવી છે. આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ પણ હોટલમાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને રૂપિયા 2 લાખ હરદેવ વિકમાને કોંગ્રેસ દ્વારા આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા સહિતના આગેવાનો સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

વિસાવદરમાં 16 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણીનો જંગ

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં જબરદસ્ત નિવેદનબાજી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. આ બેઠક પર કૂલ 19 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જેમાંથી ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે કૂલ 16 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

ભાજપના 40 સ્ટાર પ્રચારકો બંને બેઠકો પર ધુંવાધાર પ્રચાર કરશે

ભાજપે બંને બેઠકો બહુમતીથી જીતવા માટે પ્રચાર કરવા નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. પક્ષના 40 સ્ટાર પ્રચારકો બંને બેઠકો પર પ્રચાર કરશે. બીજી તરફ વિસાવદરમાં ચૂંટણીનો માહોલ ગજબનો ગરમાયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ભારે નિવેદનબાજી થઈ રહી છે. ભાજપ દ્વારા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા બંને બેઠકોના ગામડાઓમાં ખાટલા બેઠકો શરૂ કરાઈ છે. કોંગ્રેસ હજી આ ચૂંટણીના પ્રચારમાં ક્યાંય દેખાતી નથી.

  • Follow us on: