વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ છે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઈટાલિયાને ટિકીટ આપવામાં આવી હતી, ત્યારે આજે પરિણામ આવી જશે અને ખબર પણ પડી જશે કે જનતાએ કોનો હાથ પકડયો છે.


[[$googlead]]

જાણો કોણ છે કિરીટ પટેલ

પ્રમુખ - યુવા ભાજપ, જુનાગઢ (વર્ષ 2009 થી 2015)

[[$alsoread]]

પ્રમુખ - જિલ્લા ભાજપ, જુનાગઢ (વર્ષ 2015 થી 2025)

ચેરમેન - ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, તાલાલા (વર્ષ 2010 થી 2015)

ચેરમેન - ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જૂનાગઢ (વર્ષ 2020 થી 2023)

ચેરમેન - ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ., જુનાગઢ (વર્ષ 2021 થી 2025)

કિરીટ પટેલે સામાજિક જવાબદારીઓ પણ નિભાવી છે

કિરીટ પટેલ 1968માં જન્મેલા એન્જિનિયરિંગ સ્નાતક છે. ખેતી અને બાંધકામ ક્ષેત્રમાં તેમની સારી પકડ છે અને તેઓ પાટીદાર અગ્રણી છે, હાલમાં કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. તેમણે છેલ્લા બે દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવી છે.

જાણો વિસાવદરમાં કેટલું નોંધાયું હતુ મતદાન

૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર 57.90 % મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, મતદાન ટકાવારીના વલણો અંદાજિત છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમો, 1961ના નિયમ 49S હેઠળ, પ્રિસાઇડિંગ અધિકારીઓએ મતદાનના અંતે મતદાન મથક પર હાજર રહેલા ઉમેદવારોના મતદાન એજન્ટોને ફોર્મ 17C આપેલ હોય છે, જેમાં નોંધાયેલા મતોના વાસ્તવિક સંખ્યાની વિગતો આપવામાં આવી છે.

  • Follow us on: