ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. 19 જૂનના રોજ કડી અને વિસાવદરમાં પેટાચૂંટણીમાં મતદાન કરવામાં આવ્યું. દરમિયાન વિસાવદરમાં AAP પાર્ટી દ્વારા બુથ કેપ્ચરિંગની ફરિયાદ કરવામાં આવી હતી. જેના બાદ આજે વિસાવદરના 2 ગામમાં પુનઃમતદાન કરવામાં આવી રહ્યું છે. વિસાવદરના માલીડા અને નવા વાઘણીયા બંને ગામમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે સવારના સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે.


[[$googlead]]

બે બુથકેન્દ્રો પર બોગસ મતદાનની ફરિયાદ

વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસે યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલ નીતિન રાણપરીયાને ટિકીટ આપી છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે. 19 જૂનના રોજ જ્યારે વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યારે સવારના 12 વાગ્યા સુધીમાં સ્થિતિ રાબેતા મુજબ રહી હતી. પરંતુ બપોર બાદ વિસાવદરના 2 ગામમાં બોગસ વોટિંગ થયાનું આપ નેતાના ધ્યાનમાં આવ્યું હતું. જેને લઈને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સ્ક્રૂટીની મીટિંગમાં વિસાવદરના બે બુથકેન્દ્રો પર બોગસ મતદાન થયાની ફરિયાદ કરી હતી. 

[[$alsoread]]

આપની ફરિયાદ બાદ પુનઃમતદાન

87 વિધાનસભા વિસ્તારમાં બોગસ વોટિંગ થયાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તેને લઈને આજે પુનઃમતદાન કરવામાં આવ્યું છે. વિસાવદરમાં આજે માલીડા ગામમાં કુલ 628 મતદારો મતદાન કરશે. જેમાં 318 પુરુષ અને 310 સ્ત્રી મતદાતા છે. જ્યારે  નવા વાઘણીયામાં કુલ 210 મતદારો આજે પુનઃપોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ 210 મતદારોમાંથી  112 પુરુષ અને 98 સ્ત્રી મતદાતા છે. જણાવી દઈએ કે વિસાવદરની ચૂંટણીમાં 290થી વધુ બુથો પર વેબકાસ્ટિંગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી આવી રહ્યું હતું. જેના બાદ પણ બોગસ વોટિંગ થયાની ઘટના સામે આવી હતી.

વિસાવાદરમાં યોજાઈ હતી પેટાચૂંટણી

નોંધનીય છે કે પેટાચૂંટણીમાં 19 જૂનના રોજ વિસાવદરમાં 294 મતદાન મથકો ઉપર વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 134613 પુરુષ મતદારો, 125493 સ્ત્રી મતદારો, 04 અન્ય એમ કુલ મળીને 261110 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને 1884 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. સમગ્ર મતદાન કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

  • Follow us on: