કડી-વિસાવદરમાં 19 જૂનના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપમાંથી કિરીટ પટેલ, આપમાંથી ગોપાલ ઈટાલિયા અને કોંગ્રેસમાંથી નિતીન રાણપરિયા ઉમેદવાર હતા, તો આજે પરિણામ જાહેર થઈ ગયા છે અને આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થઈ છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, AAP: 75906, ભાજપ : 58325, કોંગ્રેસ: 5491 મત મળ્યા છે.


[[$googlead]]

જાણો કોણ છે ગોપાલ ઈટાલિયા

ગોપાલ ઇટાલિયાનો જન્મ 21 જુલાઈ 1989ના રોજ થયો હતો, ઈટાલિયા એક ભારતીય રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. ડિસેમ્બર 2020 થી જાન્યુઆરી 2023 સુધી, તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રાજ્ય પ્રમુખ હતા.

[[$alsoread]]

ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયા હતા

વર્ષ 2018 થી 2020 દરમિયાન ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે સંકળાયેલા હતા. 2018માં, તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું અને જૂન 2020માં, ઇટાલિયા આમ આદમી પાર્ટી, ગુજરાતના રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે AAPમાં જોડાયા હતા, 12 ડિસેમ્બર 2020ના રોજ તેમને પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. નવેમ્બર 2018માં, ફેસબુક પર એક લાઇવ વિડીયોમાં, ઇટાલિયાએ ખેડૂતો દ્વારા પાકને નુકસાન પહોંચાડતા પ્રાણીઓને ડરાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બંદૂકનું પ્રદર્શન કરતા હવામાં ગોળીબાર કર્યો હતો.

ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ હતા ઈટાલિયા

ઇટાલિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન, AAP ગુજરાતે ફેબ્રુઆરી 2021 માં ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રવેશ કર્યો . AAP એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 27 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક બેઠક જીતી . 2022માં તેમને AAP ગુજરાતના પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા, જેથી પાર્ટીને 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર કરી શકાય.

વિસાવદરમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ કરાયું હતું

વિસાવદરમાં EVM નું ફર્સ્ટ લેવલ ચેકિંગ 02/05/2025થી 05/05/2025 દરમિયાન તથા કડીમાં 24/02/2025થી 28/02/2025 દરમિયાન પૂર્ણ કરાયું. ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂર્ણ થતા મોકપોલ આયોજિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા. 13/06/2025ના રોજ વિસાવદરમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ કરાયું હતું. જ્યારે તા. 12/06/2025ના રોજ કડીમાં ઉપયોગમાં લેવાનાર EVMમાં કમિશનિંગ ઉમેદવારો/તેમના અધિકૃત પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

વિસાવદરમાં 56.89% મતદાન નોંધાયું હતુ

૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું હતુ, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર અંદાજિત 57.90 % મતદાન નોંધાયું હતુ. ૨૪- કડી (એસ.સી.) અને ૮૭- વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. મતદાન સવારે ૭:૦૦ વાગ્યે શરૂ થયું અને સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતુ.


  • Follow us on: