વઢવાણ તાલુકાના વડોદ ગામે રહેતા યુવાનને ટ્રકના ધંધામાં ખોટ જતા ગામના 3 શખ્સો પાસેથી વ્યાજે રૂપીયા લીધા હતા. બાદમાં આર્થીક પરીસ્થીતી ખરાબ થતા નીયમીત વ્યાજ ભરી શકતા ન હતા. ત્યારે આ ત્રણેય વ્યાજખોરોએ ધમકી આપ્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


મુળ વઢવાણ તાલુકાના વડોદ ગામના 33 વર્ષીય અશોકભાઈ હેમુભાઈ વાઘરોડીયા હાલ ચોટીલાની હરીધામ સોસાયટીમાં રહે છે. 3.5 વર્ષ પહેલા તેઓ વડોદ રહેતા અને ટ્રકનો ધંધો કરતા હતા. ત્યારે તેઓને ધંધામાં ખોટ ગઈ હતી. આથી ગામના વિનુ રામાભાઈ મોરી પાસેથી 3 લાખ માસીક 4 ટકાના વ્યાજે લીધા હતા. જયારે બુધા મોતીભાઈ મોરી પાસેથી રૂપીયા પ લાખ માસીક 5 ટકાના વ્યાજે લીધા હતા. આ ઉપરાંત પાનનો ગલ્લો ધરાવતા વાલભાઈ ગોહિલ પાસેથી રૂપીયા 2.50 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં વાલભાઈએ અશોકભાઈની ટ્રક લઈ લીધી હતી અને રૂપીયા આપ પછી ટ્રક પાછી મળશે તેમ કહ્યુ હતુ. બાદમાં થોડો સમય અશોકભાઈ નીયમીત વ્યાજ ભરતા હતા. જયારે આર્થીક પરીસ્થીતી ખરાબ થતા તેઓએ વ્યાજ ભરવાનું બંધ કરી દેતા ત્રણેય ગામમાં અવારનવાર મળી ધમકી આપતા તેઓ પરીવાર સાયલાની રાજપુત શેરીમાં રહેવા ગયા હતા. જયાં પણ ધમકી મળતા તેઓ ચોટીલાની હરીધામ સોસાયટીમાં રહેવા ગયા હતા. પરંતુ વ્યાજખોરો ત્યાં પણ ફોનથી ધમકી આપતા તા. 22-4-25ના રોજ તેઓએ ઝેરી દવા પી લીધી હતી. આ અંગેનું જે તે સમયે ચોટીલા પોલીસ મથકે નીવેદન પણ લીધુ હતુ. પરંતુ દવા પીધા પછી પણ વ્યાજખોરો ધમકીઓ આપતા હોઈ અશોકભાઈએ તા. 18-9ના રોજ સાંજે ત્રણેય સામે નાણા ધીરધારની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ જોરાવરનગર ઈન્ચાર્જ પીઆઈ પી.બી.લક્કડ ચલાવી રહ્યા છે.


  • Follow us on: