હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં બેસતા વર્ષે વાતાવરણમાં ફેરફાર થાય તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે અને 13 થી 17 ઓક્ટોબર દરમ્યાન વાદળછાયું વાતવરણ રહેશે અને 18 થી 30 ઓક્ટોબર વચ્ચે ઉપસાગરમાં લો પ્રેશર થશે અને 18 થી 21 ઓક્ટોબર દરમ્યાન અરબી સમુદ્રમાં હલચલ થશે.
23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ગુજરાતમાં વાદછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતાં ઠંડી વધશે, રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે.
22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.
મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે અને ચક્રવાતની અસર ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જોવા મળી શકે છે, માછીમારો 10 ઓકટોબર સુધી દરિયો ના ખેડે તેવી પણ સૂચના આપવામાં આવી છે, દરિયામાં કરંટ જોવા મળશે અને મોજા ઉછળશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 10 ઓકટોબર પછી વરસાદ ધીરે ધીરે વિદાય લેશે.









