રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી અનુસાર આગામી સપ્તાહથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની પૂરી શક્યતા છે.હાલમાં સવારના સમયે ઠંડીનો ચમકારો અને બપોરના સમયે આકરી ગરમીનો અહેસાસ થતાં વાતાવરણમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. મિશ્ર ઋતુના કારણે સમગ્ર રાજ્યના જનજીવન પર સીધી અસર પડી રહી છે.આવનારા સપ્તાહથી ઠંડીનું જોર ધીમે ધીમે વધશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમરેલીમાં 17 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેશે
ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 16 રાજ્યોમાં આગામી 11 કલાક દરમિયાન ભારે વરસાદ અને વાવાઝોડા અંગેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.દિલ્હીથી લઈને કેરળ સુધી ફેલાયેલા આ વરસાદી સંકટને કારણે વિવિધ વિસ્તારોમાં કલાકના 80 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા મેદાની વિસ્તારો તેમજ પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી આપવામાં આવી છે.
