હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી રાજ્યમાં અક્ષરશઃ સાચી સાબિત થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મોટો વેધર ચેન્જ જોવા મળ્યો છે. અસહ્ય ઉકળાટ અને લૂ ફેંકતી ગરમી વચ્ચે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરીને રાજ્યના 150 તાલુકાઓને ભીંજવી દીધા છે. અમદાવાદ જિલ્લાનું ધંધુકા જાણે ચોમાસાની સીઝનમાં હોય તેમ 24કલાકમાં 4 ઈંચ વરસાદ સાથે ટોપ પર રહ્યું છે, જ્યારે સુરતનું ઉમરપાડા 3 ઈંચ વરસાદ સાથે બીજા ક્રમે રહ્યું છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં પણ સરેરાશ 2-2 ઈંચ વરસાદ ખાબકતા રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.


[[$googlead]]

6 લોકોના મોતથી શોકનો માહોલ

આ પ્રી-મોન્સૂન વરસાદ પોતાની સાથે ભારે આફત પણ લઈને આવ્યો છે. રાજ્યના જુદા-જુદા ભાગોમાં વીજળી પડવાના કારણે, દિવાલ ધરાશાયી થવાથી અને મસમોટા વૃક્ષો નીચે દબાઈ જવાના કારણે કુલ ૬ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. તોફાની પવનના કારણે અનેક હાઈવે અને સ્ટેટ હાઈવે પર ઝાડ અને હોર્ડિંગ્સ રોડ પર આવી પડતાં વાહનવ્યવહારને વ્યાપક અસર થઈ હતી. વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમોએ તાબડતોડ રસ્તાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરી છે.

વહેલી સવારથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

રાત્રિના તાંડવ બાદ આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યાના આસપાસના સમયમાં પણ વધુ ૬ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સમી પંથકમાં અને બનાસકાંઠાના ઓગડમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. આ ઉપરાંત મહેસાણાના વિસનગરમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સુરતના ટેક્સટાઈલ અને ઔદ્યોગિક હબ ગણાતા કામરેજ અને ઓલપાડ તાલુકામાં સવાર-સવારમાં ધીમી ધારે હળવો વરસાદ પડતાં નોકરીયાત વર્ગને ઓફિસે જવામાં થોડી મુશ્કેલી પડી હતી પરંતુ વાતાવરણ આહલાદક બની ગયું હતું. ડાંગના આહવા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ ચાલુ છે.

[[$alsoread]]

આ પણ વાંચો: Dahod: ગરબાડા ચોકડી પાસે વાવાઝોડામાં મહાકાય સાઇન બોર્ડ ધરાશાયી થતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત

  • Follow us on: