ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજથી આગામી ત્રણ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 24 કલાકમાં સક્રિય થનારા વેલમાર્ક લો પ્રેશર તથા વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજ્યમાં વરસાદી માહોલ જામશે.આ દરમિયાન રાજ્યભરમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શક્યતા છે.જ્યારે મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ શકે છે.

મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી આસપાસ રહેશે

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજથી આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 24 કલાકમાં સક્રિય થનારા વેલમાર્ક લો પ્રેસરની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે 30 અને 31 ઓક્ટોબરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું પડી શકે છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે અને મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રી આસપાસ રહેશે.

સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે

રાજ્યમાં ડબલ સિઝન વચ્ચે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેવામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો પણ શરૂ થયો છે. મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થતાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં મહત્તમ તાપમાન ઘટ્યું છે. આગામી 24 કલાક પછી હજી 2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.હવામાન વિભાગ દ્વારા 29મીથી 31મી ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડા પવન સાથે હળવા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ વરસવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Sabarkantha News: સાબર ડેરી ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર, 6 નવેમ્બરે યોજાશે મતદાન!