- એડહોકની જેમ જ પે સ્કેલ, પગાર ધોરણ, આનુષંગિક લાભનો સિંગલ જજે હુકમ કરેલો
- ખંડપીઠ સમક્ષ થયેલી અપીલની સુનાવણીના અંતે કોર્ટે આ આદેશ રદ કર્યો
- સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડી શકે નહીં
રાજયની એન્જીનીયરીંગ કોલેજોના કરાર આધારિત આસીસ્ટન્ટ પ્રોફેસરોને રેગ્યુલર અને એડહોક પ્રોફેસરોની જેમ પે સ્કેલ, વાર્ષિક પગારધોરણ અને અન્ય આનુષંગિક લાભો આપવા અંગેના સીંગલ જજના હુકમને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નીલય વી. અંજારિયા અને જસ્ટિસ સી માનવેન્દ્રનાથ રોયની ખંડપીઠે ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો. અરજદાર આસીસ્ટન્ટ પ્રોફેસરો તરફ્થી એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, અરજદારોની વર્ષ 2011થી 2015 દરમ્યાન રાજયની જુદી જુદી એન્જીનીયરીંગ કોલેજોમાં આસીસ્ટન્ટ પ્રોફેસરો તરીકે કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી હતી. જયાં સુધી જીપીએસસી સત્તવાલાઓને રેગ્યુલર ઉમેદવારો ના મળી જાય ત્યાં સુધી 11 મહિનાના સમયગાળા માટે તેમની નિમણૂંક કરવામાં આવતી હતી અને તે મુજબ તેમને નોકરીમાં ચાલુ રાખવામાં આવતા હતા. જો કે, તેઓને છ વર્ષ કરતાં પણ વધુ સમય સુધી નોકરી કર્યા બાદ પણ જીપીએસસીએ તેમની નિમણૂંકને કાયમી કરી ન હતી. વાસ્તવમાં અરજદારો સમાન કામ, સમાન વેતનના સિધ્ધાંત મુજબ, એડહોક આસીસ્ટન્ટ પ્રોફેસરો-રેગ્યુલર આસીસ્ટન્ટ પ્રોફેસરોની માફ્ક તેમના સમાન પે સ્કેલ અને અન્ય લાભો મેળવવા હકદાર ઠરે છે.
સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડી શકે નહીં










