- પરીક્ષા જેવી અતિ સંવેદનશીલ
- ગંભીર કામગીરીમાં છબરડો બહાર આવ્યો
- ગંભીર કામગીરીમાં આવી ભુલ ન થાય તે બાબતની તાકીદ કરવામાં આવે
ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બીબીએ સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-6 તેમજ એલ.એલ.બી. સેમેસ્ટર-6ની પરીક્ષામાં બેદરકારી મામલે ભાવનગરની વળીયા કોલેજના 6 અધ્યાપકને નોટિસ ફટકારાઈ છે, જેને પગલે શૈક્ષણિક આલમમાં હલચલ મચી ગઈ છે.
બેદરકારી મામલે ભાવનગરની વળીયા કોલેજના કાર્યકારી આચાર્ય દ્વારા યુનિ.ના સત્તાધીશોને જણાવ્યા અનુસાર, વળીયા કોલેજ ખાતે માર્ચ 2023ની બી.બી.એ. સેમેસ્ટર 4 અને 6 તેમજ એલ.એલ.બી. સેમ-6નુ પરીક્ષા કેન્દ્ર ગત તા.24થી કાર્યરત છે .જેમાં બ્લોક સુપરવાઇઝર તરીકે તેમજ સિનીયર સુપરવાઇઝર તરીકે 6 અધ્યાપક ફરજ બજાવી રહ્યા છે.ગત તા.29ના ભાવનગરની વળીયા કોલેજના કાર્યકારી આચાર્યના ધ્યાને ગંભીર બેદરકારી, ક્ષતિ ધ્યાને આવી હતી. જેમાં તમોએ (બ્લોક સુપરવાઈઝર અને સિનિયર સુપરવાઈઝર) પરીક્ષા ખંડમાં બેસેલા વિદ્યાર્થીઓની હોલટીકિટ / એડમીટ કાર્ડમાં જેતે વિદ્યાર્થીઓના સંસ્થાના આચાર્યના સહી - સિકકા છે કે નહીં તેની કંઇ પણ ચકાસણી કર્યા વિના તેમની હોલ ટીકિટમાં બ્લોક સુપરવાઇઝર તરીકે તમો (બ્લોક સુપરવાઈઝર અને સિનિયરસુપરવાઈઝર)એ સહી કરી છે.આવા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહયા હતા કે , જેમની હોલટીકિટમા તેમની સંસ્થાના વડાના સહિ સિક્કા ન હતા.આપને પરીક્ષા શરૂ થયાના 30 મીનીટ પહેલાં એટલે કે ગત તારીખ 24/03/2023ના કોમન રૂમમાં બંને પરીક્ષા કો - ઓર્ડિનેટર ર્ડા. રાજેશભાઇ સોંસા તેમજ ર્ડા. દિલીપભાઇ સોંડાણી અને સંસ્થાના કાર્યકારી આચાર્યએ પરીક્ષા સંદર્ભે અગત્યની સુચના આપી હતી કે, વિદ્યાર્થીના આઇકાર્ડ , હોલટીકિટ ચકાસણી કરવાની રહેશે. તેમનાં મોબાઇલ સ્વીચ ઓફ્ કરીને પોતાની બેગમાં મુકાવી દેવાના રહેશે. આ સુચના સતત - 3 દિવસ સુધી પરીક્ષા શરૂ થાય તે પુર્વે માઇક દ્રારા તમામ કલાસરૂમમાં બ્લોક સુપરવાઇઝર તેમજ વિદ્યાર્થીઓ સ્પષ્ટ સાંભળી શકે તે રીતે પરીક્ષાની ગંભીરતાને ધ્યાને લઇને વખતો વખત બંને સેશનની પરીક્ષામાં કાર્યકારી આચાર્ય દ્વારા બ્લોક સુપરવાઇઝરને અપાઈ હતી. ખાસ સંજોગોમાં વિદ્યાર્થી આઇકાર્ડ વગર આવી કે ભુલી ગયા હોય તો તેમની હોલટીક્ટિને વેરીફય કરીને પરીક્ષાખંડમાં બેસવા દેવાના રહેશે. જેથી વિદ્યાર્થી નાસીપાસ ન થાય અને ખુબ સ્વસ્થતાથી પરીક્ષા આપી શકે .આમ છતાં તમોએ વિદ્યાર્થીઓની હોલટીકિટમાં બ્લોક સુપરવાઇઝર સહી કરતી વખતે વિદ્યાર્થીઓની હોલટીકિટમાં તેમની સંસ્થાના વડાની સહી - સિકકા લગાવેલ નથી તેની જાણ તમોએ કોલેજ પરીક્ષા કો - ઓર્ડિનેટર કે સિનીયર સુપરવાઇઝર તથા સંસ્થાના વડાને કરી નથી અને આવા વિદ્યાર્થીઓને સતત 5 દિવસ સુધી તમોએ પરીક્ષામાં બેસવા દિધા છે . જે લાપરવાહી તેમજ ફરજમાં બેદરકારી અને નિષ્ક્રીયતા બતાવે છે . આ બાબતે મ.કૃ. ભાવ.યુનિ. તરફ્થી કોઇપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો સંપુર્ણ અંગત જવાબદારી તમોની રહેશે . આ વર્ષોથી પરીક્ષાની કામગીરી કરી રહયા છો તેમજ પરીક્ષા અંગેના તમામ નિયમોથી વાકેફ્ છો .તેમ છતાં તમોએ ગંભીર ભુલ કરી છે . ભવિષ્યમાં પરીક્ષા જેવી અતિ સંવેદનશીલ , ગંભીર કામગીરીમાં આવી ભુલ ન થાય તે બાબતની તાકીદ કરવામાં આવે છે . જેની સ્પષ્ટ પણે ગંભીરતાથી ધ્યાને લેવા અનુરોધ છે.
