• રાજકોટ અગ્નિકાંડ બાદ સતર્ક થયેલું ડભોઇ નગર પાલિકા તંત્ર

  • વિવિધ સ્થળે ફાયર સેફ્ટી ચકાસણી અને માર્ગદર્શન અપાયું
  • ડભોઇમાં મોટી ઘટના ન બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફ્ટી ઇકવિપમેન્ટ્સ રાખવા માર્ગદર્શન

ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગે નગરના બજારોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. 11 મિલકતધારકોને નોટિસ આપી હતી. રાજકોટ અગ્નિકાન્ડ બાદ આજરોજ ડભોઇ પંથકમાં પણ ફાયર વિભાગ અને નગર પાલિકાનાં સંયુક્ત ઉપક્રમે ફાયર સેફ્ટી સાધનોની ચકાસણી તેમજ વિવિધ દુકાનો, કોમ્પ્લેક્સ, હોટેલોમાં ફાયર સેફ્ટી ચેકીંગ કરી જ્યાં ફાયર સેફ્ટી નથી. તેમને નોટિસ ફ્ટકારી હતી. અને તકેદારીનાં ભાગરૂપે 11 જેટલા મિલકત માલિકોને આજના દિવસમાં નોટિસ અપાઇ હતી.

રાજકોટ ખાતે ટી.આર.પી ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઇ તંત્ર સજાગ બન્યું છે. ઠેર ઠેર ચેકિંગ કરાઇ રહ્યું હોય ત્યારે ડભોઇ નગરપાલિકા, અને ફાયર વિભાગ દ્વારા ડભોઇ નગરના કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મુખ્ય બજારોની દુકાનો, હોટેલ, સિનેમા, મોલ સહિતને આજે ફાયર વિભાગનાં અભિષેક સાવંત સહિત ડભોઇ નગર પાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફ્ટી સાધનોનું ચેકીંગ હાથ ધરાયું હતું. ડભોઇ ચીફ્ ઓફ્સિરની સૂચના આધારે નગરના 11 મિલકત માલિકોને ફાયર સેફ્ટી માટે નોટિસ અપાઇ હતી. ડભોઇમાં મોટી ઘટના ન બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફ્ટી ઇકવિપમેન્ટ્સ રાખવા માર્ગદર્શન સાથે સૂચના અપાઇ હતી.


  • Follow us on: