બોટાદ જિલ્લામાં જુદી-જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારશ્રીઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજૂઆતો કરવા સભા-સરઘસ-રેલી-ઉપવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય છે, અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શકયતા રહે છે. તેમજ ભુતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને માલ મિલકતને નુકસાન થાય છે.
બોટાદમાં સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો
તેને ધ્યાને રાખીને બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૨-૫-૨૦૨૫થી તા. ૧૬-૫-૨૫ (બંને દિવસ સહિત)સુધી કોઇપણ સભા/સરઘસ/રેલી માટે મનાઇ હુકમ ફરમાવ્યો છે.
જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે
ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર-જવર કરતી હોય તેવી વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમાં જોડાનાર વ્યક્તિઓને તેમજ સબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલા લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને નિયમ મુજબ દંડની સજા થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.