- શક્તિસિંહ ગોહિલે સરકારને પત્ર લખી કરી હતી ભલામણ
- અંદાજે 80 કિલોમીટરનો રસ્તો કરાયો હતો ડાયવર્ટ
- હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યું છે
ભાવનગર-અમદાવાદ હાઇવેના શોર્ટ રસ્તાનું જાહેરનામું રદ્દ કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ કલેકટરે જાહેરનામું રદ્દ કર્યુ છે. તેમાં શક્તિસિંહ ગોહિલે સરકારને પત્ર લખી ભલામણ કરી હતી. અંદાજે 80 કિલોમીટરનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો.
જાણો સમગ્ર મામલો:
અમદાવાદથી ભાવનગર ટ્રાફિકથી સૌથી વધુ ધમધમતો માર્ગ છે. ત્યારે આ હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેવાનો છે. ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામ ચાલતું હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે હવે જો અમદાવાદથી ભાવનગર જવુ હોય તો અન્ય માર્ગથી જવુ પડશે. અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM (અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ) દ્વારા અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 12 ડિસેમ્બર સુધી ભાવનગર જવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવાનું રહેશે.
અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યું છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ માટે જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે. તેના મુજબ 12મી ડિસેમ્બર સુધી ભાવનગરથી વાયા વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે. અમદાવાદ અને વડોદરાથી ધોલેરા થઇને ભાવનગર તરફ જતો હાઇવે બાંધકામ, રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરીના હેતુસર આજે શુક્રવારે મધરાતથી આગામી 12 ડિસેમ્બર 2023 સુધી સંપૂર્ણ બંધ રહેશે. એટલે કે 12 ડિસેમ્બર, 2023 સુધી લોકોએ ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે. જાહેરનામા મુજબ તમામ વાહનો માટે આ નિયમ લાગુ પડશે.