• જાતિના પ્રમાણપત્રની તપાસ પહેલા જ ઉમેદવારોને નિમણૂક પત્રની ફાળવણી

  • ગૌણ સેવા પસંદગી મંડળે 3901 ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા
  • બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટના ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપાયા

છેલ્લા કેટલાક દિવસોથી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરી નિમણૂક પત્રોની રાહ જોઈ રહેલા ઉમેદવારોનો મુદ્દો ચર્ચામાં છે. આ બંને પરીક્ષાઓમાં પાસ થયેલા ઉમેદવારો છેલ્લા ઘણા દિવસોથી સરકારી નોકરીના નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રની તપાસ પહેલા જ ઉમેદવારોને નિમણૂક પત્રની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ઉમેદવારોને હવે રાહ નહિ જોવી પડે.

મળતી માહિતી અનુસાર સરકારી ભરતીમાં ઉમેદવારી પત્રકની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઉમેદવારોએ પોતાના જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે નોકરીના નિમણૂક પત્રો મેળવવામાં રાહ નહી જોવી પડે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોના હીતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટની 3901 ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યો છે. ઉમેદવારોના નિમણૂકની સાથે જ મંડળ દ્વારા જાતિ પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે.

[[$googlead]]

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જાતિ પ્રમાણ પત્રની ચકાસણી થયા બાદ જ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવામાં આવતા હતા. જેના કારણે ઉમેદવારોને ઘણી જ રાહ જોવી પડતી હતી. જો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારોને ફક્ત શરતી નિમણૂક જ આપવામાં આવશે. નિમણૂક પત્ર આપ્યા બાદ જાતી પ્રમાણપત્રની ચકાસણીમાં કોઈ શંકા જણાશે તો મંડળ પોતાના નિયમાનુસાર કાર્યવાહી કરશે.

[[$alsoread]]

  • Follow us on: