• સમાજને આદર્શ તબીબ મળે તે માટે નેશનલ મેડિકલ કાઉન્સીલે આપી માન્યતા

  • રાજકોટ, અમરેલી, સુ.નગર, ભૂજ સહિતની મેડિકલ કોલેજના ડોકટર્સ માટે રીફ્રેશર કોર્સ

હવે આર્ટસ, કોમર્સ અને સાયન્સની જેમ તબીબી અધ્યાપકોને પણ તાલીંમ મળી રહે તે માટે નેશનલ મેડીકલ કાઉન્સીલે સૌરાષ્ટ્રમા એક માત્ર અને રાજયમા પહેલી જામનગરમા સ્થિત સરકારી મેડીકલ કોલેજને રીજીયોનલ સેન્ટરને માન્યતા આપી છે.

જામનગર સરકારી મેડીકલ કોલેજના ડીન ડો.નંદિની દેસાઈએ જણાવ્યુ કે, એમ.પી.શાહ મેડીકલ કોલેજને તબીબી અધ્યાપકોને તાલીંમ માટેનુ રીજીયોનલ સેન્ટર મળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભિમાણી, નેશનલ મેડીકલ કાઉન્સીલના યુ.જી.ના પ્રેસીડન્ટ ડો.અરૂણા વાણીકર અને સભ્ય વિજયેન્દ્રકુમાર ઉપસ્થિત રહયા હતા. તબીબી શિક્ષકોને નોલેજ, સ્કીલ અને એમ્પથેટીક એટલે કે દર્દીઓ સાથેનો વ્યવહાર અંગેની તાલીમ અપાશે. રીજીયોનલ સેન્ટરમા ડોકટર્સ માટે રીફ્રેશર કોર્સ ચાલશે. જેમા જામનગરના 325 અધ્યાપકો ઉપરાંત રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, ભૂજ, પાટણ, હિમ્મતનગર અને વિસનગરના તબીબોને ટ્રેનીંગ અપાશે. જેમા જામનગર મેડીકલ કોલેજ ઉપરાંત રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજના રીસોર્સ પર્સન તાલીમ આપશે. અહીં હાઈટેક ડીલીવરી સીસ્ટમ તથા એડવાન્સ સ્કીલ લેબના કારણે આ સેન્ટરની માન્યતા મળી છે.


  • Follow us on: