• હવે AMC ટેક્સ વિભાગમાં નાગરિકોની ફરિયાદોનો પખવાડિયામાં નિકાલ કરાશે
  • 5 ટકા વ્યાજ માફી સ્કીમ હેઠળ બે દિવસમાં રૂ.3.5 કરોડની આવક
  • પખવાડિયામાં ફરિયાદોનો નિકાલ ન થાય તો ઉપરી અધિકારીને ફરિયાદ કરી શકાશે

AMC ટેક્સ વિભાગમાં નાગરિકો દ્વારા ટેક્સ સંબંધિત કરાતી ફરિયાદોનો એક પખવાડિયામાં નિકાલ કરાશે. જો એક પખવાડિયામાં નાગરિકોની ફરિયાદોનો ઉકેલ નહીં આવે અને અરજીનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉપરી અધિકારીને ફરિયાદ કરી શકાશે અને જવાબદાર કર્મચારી સામે પગલા લેવામા આવશે તા.15 ઓગસ્ટથી આ સુવિધાનો પ્રારંભ કરાશે.

નાગિરકોને SMSથી ફરિયાદના રજિસ્ટ્રેશન-નિકાલની માહિતી આપશે

હવે શહેરીજનો 155303 નંબર ઉપર ફોન કરીને રોડ, પાણી ગટરની જ નહીં પરંતુ ટેકસ ખાતાની ફરિયાદ પણ આ નંબર ઉપર નોંધાવી શકશે. આ નવી વ્યવસ્થામાં નાગિરકોને મોબાઈલ પર SMSથી ફરિયાદના રજિસ્ટ્રેશન અને નિકાલ થયો હોવાની માહિતી આપશે અને ફરિયાદોનો ઉકેલ કે નિકાલ ન થયો હોય તો તે અંગેના કારણો સહિતની વિગતો મોકલવામાં આવશે.

કર્મચારીઓ-અધિકારીઓ ખોટી વિગતો રજૂ કરીને છટકી શકશે નહીં

આ સિસ્ટમ CCRS સાથે લિન્ક કરવાને લીધે સાચી માહિતી મળી શકશે અને કર્મચારીઓ- અધિકારીઓ ખોટી વિગતો રજૂ કરીને છટકી શકશે નહીં અને ગેરમાર્ગે દોરી શકશે નહીં. AMC દ્વારા 75 ટકા ટેક્સ રીબેટની સ્કીમ અમલમાં મૂકાયાના બે દિવસમાં રૂ.3 કરોડ, 50 લાખની આવક થઈ છે અને 1800 નાગરિકોને રૂ.46 લાખ વ્યાજ માફીનો લાભ અપાયો છે. અત્યાર સુધીમાં કુલ રૂ.680 કરોડની આવક થઈ છે.

અરજી ખોટી રીતે બંધ કરાશે તો અરજદાર ફરીથી ફરિયાદ કરી શકશે

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે ટેક્સ ખાનામાં વિવિધ પ્રકારની અરજીઓ આવે છે અને તેનો નિકાલ કરવામાં આવે છે. નવી વ્યવસ્થા અંતર્ગત નાગરિકો અરજીની તારીખ, ટેનામેન્ટ નંબર અને પોતાના સરનામા સાથે ફરિયાદ નોંધાવી શકશે. આ અરજીના નિકાલ માટે ડિવિઝનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ડીવીઝનલ સુપ્રિન્ટેન્ડન્ટને કોઇ વધારાના પુરાવા અથવા જરૂરી પુરાવાની જરૂર જણાય તો તે અરજદારને ફોન ઉપર સંપર્ક કરી આ અંગે જાણ કરી શકશે. જો ડિવિઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અરજી સમય મર્યાદામાં નિકાલ ન કરવામાં આવે તો ફરીયાદ ઉપરી અધિકારી નાસી મેનેજર તથા એસેસર એન્ડ ટેશ કલેક્ટરને મોકલવામાં આવશે જો ડીવીઝનલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા અરજી ખોટી રીતે બંધ કરવામાં આવશે તો અરજદાર ફરીથી આ બાબતે 155303માં ફરિયાદ કરી શકશે.

  • Follow us on: