અમદાવાદમાં બોગસની બોલબાલા વધી રહી છે. શહેરની નૂતન નાગરિક બેંક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. નૂતન બેંકમાં ગઠિયાએ જુદા જુદા ટ્રાન્જેક્શન કરાવી બેંક સાથે ઠગાઈ કરી. મહાઠગબાજે નૂતન બેંકમાં એક ગ્રાહકના ફોર્મમાં અન્ય ગ્રાહકના ફોટો લગાવી ખાતા ખોલ્યા. બેંકમાં ખાતું ખોલાવવાના ફોર્મમાં બોગસ સહી કરી અને મોબાઈલ નંબર પણ ખોટા આપ્યા. બેંક મેનેજરની તપાસમાં સમગ્ર કાંડનો પર્દાફાશ થયો.


બેંક ફ્રોડનો પર્દાફાશ 

શહેરમાં વધુ એક બેંક ફ્રોડનો પર્દાફાશ થયો. ગઠિયાએ નૂતન નાગરિક બેંક સાથે છેતરપિંડી આચરી. મહાઠગબાજે નૂતન નાગરિક કો-ઓપરેટિવ બેંકમાં બોગસ ખાતા ખોલાવી જુદા જુદા ટ્રાન્ઝેકશન કરાવ્યા. કાળા રૂપિયાને વ્હાઈટ કરવા ઠગબાજે બેંકમાં જુદા-જુદા નામે ખાતા ખોલાવ્યા. બેંક ખાતા ખોલાવવા એક ગ્રાહકના ફોર્મમાં અન્ય ગ્રાહકના ફોટો લગાડયો અને બોગસ સહી કરી. તેમજ ફોર્મમાં જરૂરી એવા મોબાઈલ નંબર પણ ખોટો આપ્યો.બેંક મેનેજરની તપાસમાં છેતરપિંડીનો સમગ્ર મામલો સામે આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી.ઠગબાજનું નામ પ્રશાંત બારોટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બેંક સાથે છેતરપિંડી કરનાર પ્રશાંત બારોટ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ કરી.

કાકા-ભત્રીજાએ ખોલાવ્યું બોગસ એકાઉન્ટ

અગાઉ પણ અમદાવાદની એક બેંક સાથે છેતરપિંડીની ઘટના બનવા પામી હતી. અમદાવાદના રાણીપમાં રહેતા કાકા અને ભત્રીજાની જોડીએ એક આધેડનું બેંક એકાઉન્ટ ખોલી વેટ ચોરી કરી હતી. કાકા-ભત્રીજાએ આધેડને અમેરિકાની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલ્યું હતું. અને તેના બાદ આ એકાઉન્ટ સાંઈ એન્ટરપ્રાઈઝના નામે બદલી લાખોના ટ્રાન્જેકશન કર્યા. મજૂરી કરી કામ કરતા આધેડને કહ્યું કે બેંકમાં ખાતું ખોલાવાથી તમને પૈસા મળી જશે અને બાકી નાણાંની જરૂર પડે તો હું મદદ કરીશ. આમ કહી આધેડનું એક્સિસ બેંકમાં ખાતું ખોલાવી જુદા-જુદા કાગળો પર સહી કરાવી હતી. આધેડ મજૂરને વધુ જાણકારી ના હોવાથી અલગ-અલગ કાગળો પર સહી કરતા રહ્યા. અને કાકા-ભત્રીજાએ એકાઉન્ટની ચેક બુક અને પાસબુક પણ સગેવગે કરી લીધી. જયારે વેટના અધિકારીઓ આધેડના ઘરે ગયા ત્યારે સમગ્ર હકીકત જણાવતા સાબરમતી પોલીસ સ્ટેશનમાં કાકા-ભત્રીજા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.

  • Follow us on: