મહેસાણાની અર્બન બેંકમાં હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે,ચેરમેન,વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોએ આપ્યું છે રાજીનામું,10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા તમામે આપ્યું રાજીનામું તો આરબીઆઈનો નિર્ણય છે તેને અનુસરીને રાજીનામું આપ્યું છે.ચેરમેન કે.કે પટેલ,વાઇસ ચેરમેન ડો.અનિલ પટેલ,ડિરેક્ટર ખોડાભાઈ પટેલ, કોકિલાબેન પટેલ, નરોત્તમભાઈ પટેલે પણ આપ્યું રાજીનામું.
બેંકમાં ભરતીને લઈ નોકરી બહાર પડી
બેંકમાં નોકરી શોધી રહેલા અને ખાસ મહેસાણા અને આજુબાજુના જિલ્લાઓમાં રહેતા ઉમેદવારો માટે મહેસાણામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. મહેસાણા અર્બન બેંક દ્વારા ચીફ રીસ્ક ઓફિસર (CRO) માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.મહેસાણા અર્બન બેંક ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 55 વર્ષથી વધારે ન હોવી જોઈએ









